રિપોર્ટ@લખનઉ: ભાઈએ પિતાના ટુકડા કર્યા, બહેને જોયું પણ ચૂપ રહી, મૃતદેહના ટુકડા કરી બ્લુ ડ્રમમાં ભર્યા, જાણો સમગ્ર ઘટના

પોલીસને શંકા ગઈ. કડક પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
 
રિપોર્ટ@લખનઉ: ભાઈએ પિતાના ટુકડા કર્યા, બહેને જોયું પણ ચૂપ રહી,મૃતદેહના ટુકડા કરી બ્લુ ડ્રમમાં ભર્યા, જાણો સમગ્ર ઘટના 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લખનઉમાં પેથોલોજી લેબના માલિકના  પુત્રએ ગોળી મારીને હત્યા કરી દીધી. મૃતદેહના અનેક ટુકડા કર્યા. પછી તેને વાદળી ડ્રમમાં ભરી દીધા હતા.

પેથોલોજી માલિક ત્રણ દિવસથી ગુમ હતા. પુત્રએ જ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પૂછપરછમાં તેણે ઘણા નિવેદનો આપ્યા, જેના પર પોલીસને શંકા ગઈ. કડક પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પુત્રએ પિતાનું માથું ફેંકી દીધું હતું. ધડને પણ ફેંકવાની ફિરાકમાં હતો. બહેનને પણ ઘટનાની જાણ હતી. આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

મૃતકની ઓળખ માનવેન્દ્ર સિંહ તરીકે થઈ છે. તેઓ વર્ધમાન પેથોલોજી લેબના માલિક હતા. દારૂનો પણ ધંધો કરતા હતા. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી છે. અત્યાર સુધી ઘટનાના કારણોની જાણકારી મળી નથી.