રિપોર્ટ@મધ્યપ્રદેશ: રેલવે સ્ટેશન પાસે આવેલા 'ધ ખજુરાહો હેરિટેજ રિસોર્ટ'માં કર્મચારીને કરંટ લાગતા મોત
મૃતકની ઓળખ ખજુરાહો નિવાસી રિંકુ રૈકવાર તરીકે થઈ. તેણે પાંચ દિવસ પહેલા જ હોટલમાં કામ શરૂ કર્યું હતું.
Apr 15, 2026, 17:58 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મધ્યપ્રદેશમાંથી હદય કંપાવી ઊઠે એવી મોતની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના ખજુરાહો રેલવે સ્ટેશન પાસે આવેલા 'ધ ખજુરાહો હેરિટેજ રિસોર્ટ'માં એક કર્મચારીનું કરંટ લાગવાથી મૃત્યુ થયું. આ ઘટના મંગળવારે સાંજે 6 વાગ્યે છત પરથી વાંદરા ભગાડતી વખતે બની હતી. ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો છે.
મૃતકની ઓળખ ખજુરાહો નિવાસી રિંકુ રૈકવાર તરીકે થઈ. તેણે પાંચ દિવસ પહેલા જ હોટલમાં કામ શરૂ કર્યું હતું.