રિપોર્ટ@મહારાષ્ટ્ર: કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

પાર્ટીએ નાગપુર દક્ષિણ પશ્ચિમથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે પ્રફુલ ગુદધેને મેદાનમાં ઉતાર્યા છે.
 
ચૂંટણી@ગુજરાત: સાબરકાંઠા લોકસભા બેઠકના મતદારો આગામી 7 મે ના રોજ મતદાન કરશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાસ્ટ્રમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા જઈ રહી છે. કોંગ્રસે પ્રથમ યાદી બહાર પાડી છે. કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પાર્ટીએ નાગપુર દક્ષિણ પશ્ચિમથી ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સામે પ્રફુલ ગુદધેને મેદાનમાં ઉતાર્યા છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને સકોલી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. કરાડ દક્ષિણ બેઠક પરથી પૃથ્વીરાજ ચવ્હાણ ઉમેદવાર છે. સુનીલ દેશમુખને અમરાવતીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 5 ST અને 3 SC ઉમેદવારો છે.

NCP શરદ કોંગ્રેસ-શિવસેના ઉદ્ધવ સાથે મહા વિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે. MVAના આ મોટા પક્ષોએ અત્યાર સુધીમાં 158 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં શિવસેના ઉદ્ધવના 65 અને એનસીપી શરદના 45 નામ સામેલ છે.