રિપોર્ટ@મહારાષ્ટ્ર: ગુઇલેન-બેરે સિન્ડ્રોમના વધુ 9 કેસ નોંધાયા, જાણો વધુ વિગતે

આ દર્દીઓ જેમાં 73 પુરૂષો અને 37 મહિલાઓનો સમાવેશ થાય છે.
 
રિપોર્ટ@મહારાષ્ટ્ર: ગુઇલેન-બેરે સિન્ડ્રોમના વધુ 9 કેસ નોંધાયા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહારાષ્ટ્રમાં બીમારીના કેસો દિવસે-દિવસે ખુબજ વધી રહ્યા છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમના વધુ 9 કેસ નોંધાયા હતા. આ સાથે દર્દીઓની સંખ્યા વધીને 110 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ દર્દીઓ જેમાં 73 પુરૂષો અને 37 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 17 દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.

અગાઉ 26 જાન્યુઆરીએ સોલાપુરના 40 વર્ષીય વ્યક્તિનું પણ આ જ GB સિન્ડ્રોમને કારણે મૃત્યુ થયું હતું, જેની પુષ્ટિ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રકાશ અબિતકરે પણ કરી હતી. સોલાપુર સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. સંજીવ ઠાકુરના જણાવ્યા અનુસાર, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, નબળાઈ અને ઝાડા જેવા લક્ષણો હતા. તેઓ 18 જાન્યુઆરીથી સતત વેન્ટિલેટર પર હતા.

ડીને કહ્યું કે મૃત્યુનું કારણ જાણવા માટે ક્લિનિકલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કારણ જીબી સિન્ડ્રોમ હોવાનું જણાવાયું હતું. ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજી (NIV) મોકલવામાં આવ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાંથી 34 પાણીના નમૂનાઓ પણ કેમિકલ અને બાયોલોજિકલ એનાલિસિસ માટે પબ્લિક હેલ્થ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી સાત સેમ્પલમાં પાણી દૂષિત હોવાનું નોંધાયું છે.નોંધનીય છે કે 9 જાન્યુઆરીએ પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીને GBS પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, આ પહેલો કેસ હતો. 19 દિવસમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.