રિપોર્ટ@મહારાષ્ટ્ર: ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન 2 અગ્નિનવીરનાં મોત, સમગ્ર ઘટના જાણો

આ ઘટના ત્યારે બની જ્યારે ફાયર ફાઈટર્સની ટીમ તોપમાંથી ફાયરિંગ કરી રહી હતી, ત્યારે જ એક શેલમાં બ્લાસ્ટ થયો હતો.
 
રિપોર્ટ@મહારાષ્ટ્ર: ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન 2 અગ્નિનવીરનાં મોત, સમગ્ર ઘટના જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આર્ટિલરી સેન્ટરમાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ફિલ્ડ ગનમાંથી એક શેલ ફાટતાં બે અગ્નિવીરોના મોત થયા હતા. આ દુર્ઘટના નાશિક રોડ વિસ્તારમાં આર્ટિલરી સેન્ટરમાં થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટનામાં અગ્નિવીર ગોહિલ વિશ્વરાજ સિંહ અને સૈફત શિતનું મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફાયર ફાઈટર્સની ટીમ તોપમાંથી ફાયરિંગ કરી રહી હતી, ત્યારે જ એક શેલમાં બ્લાસ્ટ થયો હતો.

અધિકારીએ કહ્યું કે, વિશ્વરાજ અને સૈફત ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને તાત્કાલિક દેવલાલીની એમએચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, હવાલદાર અજીત કુમારની ફરિયાદના આધારે દેવલાલી કેમ્પ પોલીસમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાને લઈને NCP નેતા સુપ્રિયા સુલેએ ટ્વિટર પર લખ્યું- નાસિકના એક આર્ટિલરી સેન્ટરમાં ટ્રેનિંગ દરમિયાન વિસ્ફોટમાં બે અગ્નિવીરના મોત થયા, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આ બંને સૈનિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, અમે બધા બંને સૈનિકોના પરિવારના દુઃખમાં સહભાગી છીએ. સંરક્ષણ મંત્રાલયે આ બંને જવાનોને શહીદનો દરજ્જો આપવો જોઈએ અને તેનો લાભ તેમના પરિવારોને આપવો જોઈએ.