રિપોર્ટ@મુંબઈ: ‘ભૂત બંગલા'ના પ્રમોશનમાં અક્ષય કુમાર એકતા કપૂરના સુપરનેચરલ ટીવી શો 'નાગિન 7'માં કેમિયો કરતો જોવા મળ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મનું પ્રમોશન કરવા માટે એક્ટર તાજેતરમાં એકતા કપૂરના સુપરનેચરલ ટીવી શો 'નાગિન 7'માં કેમિયો કરતો જોવા મળ્યો. જોકે, હવે શોમાંથી એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં અક્ષય કુમાર ટેલી પ્રોમ્પ્ટરની મદદથી ડાયલોગ વાંચતો જોવા મળી રહ્યો છે.
‘નાગિન 7'ના વીકએન્ડમાં ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં અક્ષય કુમારે નાગ ગુરુના રૂપમાં કેમિયો કર્યો. એપિસોડમાં તે નાગિન બનેલી એક્ટ્રેસ પ્રિયંકા ચહરને ડ્રેગન યમન સામે લડવાનું સૂચન આપી રહ્યો છે.
હવે એપિસોડનો એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના પર એક્ટરને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ક્લિપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અક્ષય કુમાર પોતાના ડાયલોગ્સ યાદ કર્યા વિના જ ટેલી પ્રોમ્પ્ટર પરથી વાંચી રહ્યો છે. તેની આંખો પ્રોમ્પ્ટરના શબ્દોને અનુસરતી સ્પષ્ટ દેખાઈ.
વીડિયો સામે આવ્યા બાદ અક્ષયને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું, '30 વર્ષની કારકિર્દી પછી પણ જો 60 વર્ષનો એક્ટર ડાયલોગ યાદ ન રાખે, તો તે વિચિત્ર કે શરમજનક લાગી શકે છે.' જોકે, ઘણા કલાકારો કામની ઝડપ અને વ્યવહારિક કારણોસર ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે.

