રિપોર્ટ@મુંબઈ: સેન્સેક્સ 31 પોઈન્ટ ઘટ્યો 85,107 પર બંધ, નિફ્ટી 46 પોઈન્ટ ઘટીને 25,986 પર બંધ

આજના કારોબારમાં ઓટો, એનર્જી અને એફએમસીજી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો
 
રિપોર્ટ@મુંબઈ: સેન્સેક્સ 31 પોઈન્ટ ઘટીને 85,107 પર બંધ અને નિફ્ટી 46 પોઈન્ટ ઘટીને 25,986 પર બંધ

અટલ સમચાર ડોટ કોમ, ડેસ્ક 

શેરબજારમાં અમુક સમયે વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે. આજે સેન્સેક્સ 31 પોઈન્ટ ઘટીને 85,107 પર બંધ થયો. આ દરમિયાન, નિફ્ટી 46 પોઈન્ટ ઘટીને 25,986 પર બંધ થયો.સેન્સેક્સના 30 માંથી 20 શેર ઘટ્યા હતા. આજના કારોબારમાં ઓટો, એનર્જી અને એફએમસીજી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે આઇટી અને બેંકિંગ શેરોમાં તેજી જોવા મળી હતી.

કોરિયાનો કોસ્પી 1.07% વધીને 4,037 પર, જાપાનનો નિક્કેઈ 1.13% વધીને 49,862 પર અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.02% ઘટીને 25,828 પર ટ્રેડ થઈ રહ્યા છે. 2 ડિસેમ્બરે ડાઉ જોન્સ 0.39% વધીને 47,474 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ પણ 0.59% વધીને 23,414 પર અને S&P 500 0.25% વધીને 6,829 પર બંધ થયા.

2 ડિસેમ્બરે વિદેશી રોકાણકારોએ કેશ સેગમેન્ટમાં ₹3,642.30 કરોડના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક રોકાણકારોએ ₹4,645.94 કરોડની ખરીદી કરી. નવેમ્બર મહિનામાં FIIs એ કુલ ₹17,500.31 કરોડના શેર વેચ્યા. જ્યારે, DIIs એ ₹77,083.78 કરોડની ખરીદી કરી. એટલે કે, બજારને સ્થાનિક રોકાણકારોનો ટેકો છે.

અઠવાડિયાના બીજા કારોબારી દિવસે મંગળવાર, 2 ડિસેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટીને 85,138 પર બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ 143 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 26,032 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો જોવા મળ્યો. એશિયન પેઇન્ટ્સ, મારુતિના શેર 3% સુધી વધીને બંધ થયા. HDFC બેંક, ICICI બેંક અને ઇન્ડિગોમાં 2% સુધીનો ઘટાડો રહ્યો. NSE ના ફાર્મા ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી, જ્યારે મીડિયા, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી રહી.