રિપોર્ટ@નવી દિલ્હી: વિશ્વભરમાં કયાં દેશો પાસે કેટલું સોનું છે, તે અંગેની યાદી જાહરે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિશ્વમાં લગભગ તમામ દેશો સોનું જમા કરીને રાખે છે. તમામ દેશોની મહત્વપૂર્ણ સંપત્તિ 'ગોલ્ડ રિઝર્વ' હોય છે, કારણ કે આર્થિક સંકટ દરમિયાન બચત કરાયેલું 'ગોલ્ડ રિઝર્વ' ખુબ જ કામમાં આવે છે. તો જાણીએ સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ રાખનાર ટોપ-10 દેશોમાં કોણ કોણ છે.
વિશ્વભરમાં કયાં દેશો પાસે કેટલું સોનું છે, તે અંગેની યાદી વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે ટ્વિટર પર શેર કરી છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ગોલ્ડ રિઝર્વ મામલે ટોપ પર છે. 8,133 મેટ્રિક ટન સોના સાથે અમેરિકા પાસે સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે.
ગોલ્ડ રિઝર્વ મામલે અમેરિકા ટોપ પર
- અમેરિકા : 8,133 મેટ્રિક ટન સોનું
- જર્મની : 3,355 મેટ્રિક ટન સોનું
- ઈટાલી : 2,452 મેટ્રિક ટન સોનું
- ફ્રાન્સ : 2,437 મેટ્રિક ટન સોનું
- રશિયા : 2,299 મેટ્રિક ટન સોનું
- ચીન : 2,011 મેટ્રિક ટન સોનું
- સ્વિટ્ઝર્લૅન્ડ : 1,040 મેટ્રિક ટન સોનું
- જાપાન : 846 મેટ્રિક ટન સોનું
- ભારત : 787 મેટ્રિક ટન સોનું
- નેધરલેન્ડ્સ : 612 મેટ્રિક ટન સોનું
- તુર્કી : 542 મેટ્રિક ટન સોનું
- સાઉદી અરેબિયા : 323 મેટ્રિક ટન સોનું
- યુનાઈટેડ કિંગડમ : 310 મેટ્રિક ટન સોનું
- જર્મની પાસે 3,355 મેટ્રિક ટન સોનું
રશિયા પાંચમા સ્થાને
3,355 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે જર્મની બીજા સ્થાને છે. યુરોપિયન દેશ ઈટાલી સોનાના ભંડારની બાબતમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. ઈટાલી પાસે 2,452 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે. ચોથા નંબર રહેલા ફ્રાન્સ પાસે 2,437 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે. આ યાદીમાં સોનાના ભંડારના મામલે રશિયા પાંચમાં નંબરે આવે છે, તેની પાસે 2,299 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે.
ચીન પાસે 2,011 મેટ્રિક ટન સોનું
2,011 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ સાથે ચીન યાદીમાં છઠ્ઠા સ્થાને છે. સ્વિટ્ઝર્લેન્ડ 1,040 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે સાતમાં સ્થાને જ્યારે 846 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે જાપાન આઠમાં ક્રમાંકે છે.
ભારત પાસે પાકિસ્તાન કરતાં 13 ગણું વધુ ગોલ્ડ રિઝર્વ
ગોલ્ડ રિઝર્વ મામલે ભારત નવમાં સ્થાને છે. ભારત પાસે 787 મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ છે. નેધરલેન્ડ 612 મેટ્રિક ટન સોનાના ભંડાર સાથે 10મા ક્રમે છે. પાકિસ્તાન પાસે માત્ર 64 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે.