રિપોર્ટ@પ્રયાગરાજ: આજે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે સંગમમાં સ્નાન કર્યું.

અભિનેત્રી કેટરીના કૈફ પણ મહાકુંભમાં પહોંચી હતી. 
 
મહાકુંભ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મહાકુંભનો મેળો યોજાયેલો છે. આ મેળામાં કરોડો લોકો પહોચ્યા હતા. આજે મહાકુંભનો 43મો દિવસ છે. મેળાના હવે 2 દિવસ જ બાકી રહ્યા છે. રવિવારની રજા કરતાં આજે સોમવારે વધુ ભીડ જોવા મળે છે. આજે 91 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 62.61 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે.

આજે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે સંગમમાં સ્નાન કર્યું. અભિનેત્રી કેટરીના કૈફ પણ મહાકુંભમાં પહોંચી હતી. પરમાર્થ નિકેતન કેમ્પમાં કેટરીનાએ સ્વામી ચિદાનંદ સરસ્વતીના આશીર્વાદ લીધા હતા.

પ્રયાગરાજમાં એન્ટ્રી પોઈન્ટ પર પાર્કિંગની આસપાસ જામ છે. શહેરની અંદરના ચાર રસ્તાઓ પર પણ ભારે ટ્રાફિક જામ છે. પ્રયાગરાજ પહોંચતી ગાડીઓને સંગમના 10km પહેલાં પાર્કિંગમાં રોકવામાં આવી રહી છે. તે પછી ઓટો, ઈ-રિક્ષા અથવા શટલ બસ દ્વારા મેળા વિસ્તારમાં પહોંચી શકાય છે. બીજી તરફ, ઓટોવાળા 10 કિમી માટે 1000 રૂપિયા સુધી વસૂલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અનેક શ્રદ્ધાળુઓને 10 કિમી સુધી ચાલીને જવું પડે છે.

મહાશિવરાત્રી પર, પ્રયાગરાજ શહેરમાં 16 કિલોમીટર લાંબી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઘણા મંદિરોમાંથી પણ શોભાયાત્રા કાઢવામાં આવે છે. પોલીસ સાથે વાત કર્યા પછી, તેમણે સમિતિને શોભાયાત્રા ન કાઢવા માટે સમજાવ્યા છે.

શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે નિર્ણય લીધો છે કે 24 ફેબ્રુઆરીએ 10મા-12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. આ દિવસની પરીક્ષા 9 માર્ચે લેવામાં આવશે.

DIG વૈભવ કૃષ્ણાએ કહ્યું - મહાશિવરાત્રી માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડ ગમે તેટલી મોટી હોય, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.