રિપોર્ટ@પ્રયાગરાજ: મમતા કુલકર્ણીએ કયા કારણે મહામંડલેશ્વરનું પદ છોડ્યું ?
ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી.
Feb 10, 2025, 18:24 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી.
મમતાએ કહ્યું, કિન્નર અખાડામાં મારા વિશે વિવાદ ચાલી રહ્યો છે. એના કારણે હું રાજીનામું આપી રહી છું. હું 25 વર્ષથી સાધ્વી છું અને ભવિષ્યમાં પણ સાધ્વી રહીશ.'
અભિનેત્રીમાંથી મહામંડલેશ્વર બનેલી મમતા પર આ ઉપાધિ મેળવવા માટે 10 કરોડ રૂપિયા ચૂકવવાનો આરોપ હતો. 24 જાન્યુઆરીના રોજ પ્રયાગરાજ મહાકુંભમાં તેને મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું હતું. અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેના માટે પિંડદાન અને પટ્ટાભિષેક કર્યો હતો. મમતાને નવું નામ શ્રીયમાઈ મમતા નંદગિરિ મળ્યું. તે લગભગ 7 દિવસ મહાકુંભમાં રહી.