રિપોર્ટ@દિલ્હી: ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર પ્રેસ કોન્ફરન્સ, જાણો વધુ વિગતે

ચૂંટણી પંચ આગામી અઠવાડિયે દેશભરમાં SIR શરૂ કરી શકે છે. 10-15 રાજ્યોથી શરૂ થશે.
 
રિપોર્ટ@દિલ્હી: ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર પ્રેસ કોન્ફરન્સ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર પ્રેસ કોન્ફરન્સ યોજી છે. ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું, હું છઠના તહેવાર પર બધાને શુભેચ્છા પાઠવું છું, ખાસ કરીને બિહારના 7.5 કરોડ મતદારોને. બિહારમાં SIR પછી, તેમણે દેશભરના તમામ 36 રાજ્ય ચૂંટણી કમિશનરો સાથે બે બેઠકો યોજી.

કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દેશભરમાં SIR માટેની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચ આગામી અઠવાડિયે દેશભરમાં SIR શરૂ કરી શકે છે. તે 10-15 રાજ્યોથી શરૂ થશે. SIR સૌપ્રથમ એવા રાજ્યોમાં લાગુ કરવામાં આવશે જ્યાં આગામી વર્ષની અંદર વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આસામ, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં 2026માં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે.

ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યું હતું કે, જે રાજ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં હવે SIR હાથ ધરવામાં આવશે નહીં. તેનું કારણ એ છે કે નીચલા સ્તરના કર્મચારીઓ તે ચૂંટણીઓમાં વ્યસ્ત રહેશે. તેઓ SIR માટે સમય કાઢી શકશે નહીં. ચૂંટણી પછી આ રાજ્યોમાં SIR હાથ ધરવામાં આવશે.