રિપોર્ટ@પંજાબ: આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું ગોળી વાગવાથી મોત નીપજ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોગી તેની લાઇસન્સવાળી પિસ્તોલ ઘરે સાફ કરતા હતા.
 
રિપોર્ટ@પંજાબ: આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું ગોળી વાગવાથી મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. પંજાબના લુધિયાણાના હલકા પશ્ચિમથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીનું ગોળી વાગવાથી મોત થયું છે. આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોગી તેની લાઇસન્સવાળી પિસ્તોલ ઘરે સાફ કરતા હતા. આ દરમિયાન અચાનક ગોળી વાગી હતી. ગોળી માથામાંથી આરપાર નીકળી ગઈ હતી.

પોલીસ અધિકારીઓ અને પરિવારના સભ્યો તેમને ઈજાગ્રસ્ત હાલતમાં દયાનંદ મેડિકલ હોસ્પિટલ (ડીએમસી) લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ વાતની જાણ થતાં જ ડેપ્યુટી કમિશનર જિતેન્દ્ર જોરવાલ અને પોલીસ કમિશનર કુલદીપ ચહલ ગોગીના ઘરે પહોંચ્યા હતા.

એડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્યું કે પિસ્તોલ 25 બોરની હતી. ધારાસભ્યનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે કહેવું વહેલું છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.