રિપોર્ટ@દિલ્હી: ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. જેના કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર પડી છે. ATC સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે 100થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. IGI દિલ્હી એરપોર્ટ પર આવતી-જતી બંને ફ્લાઇટ્સ પર અસર પડી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, દિલ્હી એરપોર્ટે અહેવાલ આપ્યો છે કે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટ્સ મોડી પડી છે.
દિલ્હી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે 100થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. અધિકારીઓ આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે. અહેવાલો મુજબ, ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ માં ખામી સર્જાઈ છે, જે ઓટો ટ્રેક સિસ્ટમને માહિતી પૂરી પાડે છે, જે ફ્લાઇટ પ્લાનિંગ માહિતી શેર કરે છે.
ગુરુવાર સાંજથી એર કંટ્રોલર્સને ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટ પ્લાન મળી શકતો નથી. ATC અધિકારીઓ હાલના ડેટાનો ઉપયોગ કરીને મેન્યુઅલી ફ્લાઇટ પ્લાન તૈયાર કરી રહ્યા છે. આના પરિણામે અનેક ફ્લાઇટ મોડી પડી છે.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24.com મુજબ, દિલ્હી એરપોર્ટથી ઊપડતી ફ્લાઇટ્સ લગભગ 50 મિનિટ મોડી પડી રહી છે. આ પહેલાં ગુરુવારે 513 ફ્લાઇટ્સ મોડી પડી હતી.
દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ, ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટદરરોજ 1,500થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
ફ્લાઇટની ઉડાનમાં વિલંબને કારણે એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગો સહિતની મુખ્ય એરલાઇન્સે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ ઓપરેશનમાં મોડું થઈ રહ્યું છે. મુસાફરોએ અપડેટ્સ માટે તેમની ફ્લાઇટ્સ ચેક કરતા રહેવું જોઈએ.

