રિપોર્ટ@યુપી: REELનાં ચક્કરમાં 5 બાળકો 60 ફૂટ ઊંચી ટાંકીએ ચઢ્યા: અચાનક સીડી તૂટતા નીચે પટકાયાં, 1નું મોત, 2ની હાલત ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
યુપીમાંથી હદય દ્રાવક ઘટના સામે આવી છે. યુપીના સિદ્ધાર્થનગરમાં પાણીની ટાંકી પર 16 કલાકથી ફસાયેલા બાળકોને એરફોર્સના MI-17 હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યા. બંનેને ગોરખપુરની એરફોર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગઇકાલે કાશીરામ આવાસ કોલોનીમાં 5 બાળકો રીલ બનાવવા માટે 60 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચઢ્યા હતા. નીચે ઉતરતી વખતે સીડી તૂટી ગઈ. 3 બાળકો નીચે પડી ગયા. તેમાંથી 1નું મૃત્યુ થયું, જ્યારે 2ની હાલત ગંભીર છે. 2 બાળકો સળિયો પકડીને લટકી ગયા. પછી ધીમે ધીમે ટાંકી પર ચઢી ગયા.
ટાંકીની આસપાસ કાદવ હોવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી. હાઇડ્રોલિક ક્રેન મંગાવવામાં આવી, પરંતુ કાદવને કારણે ક્રેન ટાંકી સુધી પહોંચી શકી નહીં. તેથી 150 મીટર રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. મોડી રાત સુધી લગભગ 120 મીટર સુધી રસ્તો બનાવી લેવામાં આવ્યો.
આ દરમિયાન, રાત્રે લગભગ 3 વાગ્યે ભારે વરસાદ શરૂ થયો, જેના કારણે કામ રોકવું પડ્યું. પરિસ્થિતિ જોતા પ્રશાસને સેનાની મદદ માંગી. ત્યારબાદ રવિવારે સવારે લગભગ 5.20 વાગ્યે એરફોર્સનું MI-17 હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યું. બંને બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં .આવ્યા
પાણીની ટાંકી પર ફસાયેલા બાળકોને બચાવવા માટે એરફોર્સે હેલિકોપ્ટર મોકલ્યું. તેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ.

