રિપોર્ટ@મહારાષ્ટ્ર: આંબેડકર સ્મારકમાં તોડફોડના વિરોધમાં રાખવામાં આવેલાં બંધ દરમિયાન હિંસા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હિંસાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર મહારાષ્ટ્ર હિંસા જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના પરભણીમાં આજે આંબેડકર સ્મારકમાં તોડફોડના વિરોધમાં રાખવામાં આવેલાં બંધ દરમિયાન હિંસા ભડકી ગઈ છે. પરભણીના અનેક વિસ્તારોમાં દુકાનો-ગાડીઓમાં તોડફોડ અને આગની ઘટના બની છે.
ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. પરભણીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશાસને આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. પરભણીને અડીને આવેલા હિંગોલીમાં પણ હિંસા થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સોપાન દત્તારાવ પવારએ મંગળવારે રેલવે સ્ટેશનની સામે આંબેડકર સ્મારકમાં બંધારણની પ્રતિકૃતિ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી લોકોએ તેને ખૂબ માર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.