રિપોર્ટ@દેશ: વર્લ્ડ ચેમ્પિયન મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા, જાણો વધુ વિગતે

પીએમ મોદીએ તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યાં હતાં
 
રિપોર્ટ@દેશ: વર્લ્ડ ચેમ્પિયન મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા, જાણો વધુ વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2025 ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ 5 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યાં હતાં અને તેમના અનુભવોની પણ ચર્ચા કરી હતી. આખી બેઠકનો વીડિયો હવે બહાર પાડવામાં આવ્યો છે.

ભારતીય ટીમે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના મેદાન પર દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને 52 રનથી હરાવીને આ ટ્રોફી જીતી હતી. બેઠક દરમિયાન પીએમએ કહ્યું હતું કે આજનો દિવસ ખૂબ જ મોટો છે. દેવ દિવાળી અને ગુરુ પર્વ બંને છે.

ટીમના કોચ અમોલ મજુમદારે કહ્યું હતું કે તેઓ બે વર્ષથી આ ટીમને કોચિંગ આપી રહ્યા છે. તેમણે કહ્યું, હું તમને એક એવા અભિયાન વિશે કહેવા માગું છું, જેમાં દેશની દીકરીઓએ અજાયબીઓ કરી છે. હું બે વર્ષથી સામેલ છું. મેં દરેક પ્રેક્ટિસ સત્રમાં એ જ ઊર્જા સાથે ભાગ લીધો છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે મારી મહેનત રંગ લાવી છે.