રિઝલ્ટ@બંગાળ: ભાજપ 193 અને ટીએમસી 88 બેઠકો પર આગળ, ભાજપે 7 બેઠકો જીતી, જાણો વધુ વિગતવાર
ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીથી લગભગ 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે
May 4, 2026, 16:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બંગાળની 293 બેઠકો પર મતની ગણતરી ચાલુ છે. ફાલ્ટાની એક બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. વલણોમાં ભાજપને બહુમતી મળી છે. ભાજપ 191 અને ટીએમસી 88 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપે 7 બેઠકો જીતી છે, એક બેઠક ટીએમસીના ખાતામાં આવી છે.
ભવાનીપુરમાં મમતા બેનર્જી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીથી લગભગ 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. બંને કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા છે, બહાર ભારે ફોર્સ તૈનાત છે.

