રીઝલ્ટ@દેશ: ચાર રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલુ, ભાજપ આગળ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચાર રાજ્યોની 6 બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલુ છે. શરૂઆતના વલણોમાં બંગાળની નંદીગ્રામ અને રેજીનગર બેઠક પર ભાજપ આગળ છે. તમિલનાડુની બંને મદુરંતકમ અને ધારાપુરમ બેઠકો પર સીએમ વિજયની પાર્ટી TVK આગળ ચાલી રહી છે. બીજી તરફ, આસામની નગાંવ લોકસભા બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
આ બેઠકો પર 6 ઓક્ટોબરે મતદાન થયું હતું. સૌથી વધુ ચર્ચા બંગાળની નંદીગ્રામ બેઠકની છે. અહીં TMC ઉમેદવારે નામ પાછું ખેંચ્યા બાદ મમતા બેનર્જીએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. આ ઉમેદવારની એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણી લડવા માટે તેમને જામીન મળી ગયા હતા. હવે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.
આસામની નગાંવ લોકસભા બેઠક પર BJPના દેવાશિષ શર્મા, કોંગ્રેસના સિબામોની બોરા અને AIUDFના પ્રમુખ બદરૂદ્દીન અજમલ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દેવાશિષ પૂર્વ IAS અધિકારી છે.

