રિઝલ્ટ@ગુજરાત: ધો-12 સાયન્સનું 84.33% ને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ, કયા શહેરનું પરિણામ વધારે આવ્યું ?

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે, 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે બોર્ડ ધો-12 સાયન્સનું 84.33% અને સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું છે. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા.

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ધોરણ-12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં વિજ્ઞાન તથા સામાન્ય બંને પ્રવાહના પરિણામો જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં 1,18,256 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 93 હજારથી વધુ વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી છે, જેના કારણે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે.

જિલ્લા મુજબ જોવામાં આવે તો મોરબી જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો છે જ્યારે દાહોદ જિલ્લો અંતિમ ક્રમે નોંધાયો છે, તેમજ કેન્દ્ર મુજબ કુંભારીયા કેન્દ્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેનું કુલ પરિણામ 92.71 ટકા નોંધાયું છે, જે નોંધપાત્ર ગણાય છે. રાજ્યભરમાં પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણવા માટે ઉત્સુક બન્યા હતા અને શાળાઓ તથા ઓનલાઈન માધ્યમો પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો.