રિઝલ્ટ@દેશ: આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે

5 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ આજે મતોની ગણતરી થઈ રહી છે.
 
રિઝલ્ટ@દેશ: આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં મતોની ગણતરી શરૂ થઈ ગઇ છે. કેરળમાં LDF 45 બેઠકો પર આગળ, તમિલનાડુમાં DMK 9 બેઠકો પર આગળ. મતગણતરી શરૂ થાય તે પહેલાં સીલ કરેલા EVM ના લોક ખોલવામાં આવ્યા. આને મતદાન પછી સીલ કરવામાં આવ્યા હતા.
આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મતોની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યાથી EVMની ગણતરી શરૂ થશે. પાંચ રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે પણ આજે મતોની ગણતરી થઈ રહી છે.
પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલ્સમાં આસામમાં ફરીથી હિમંતા સરકાર બનવાનો અંદાજ છે. તમિલનાડુમાં DMKની વાપસીની શક્યતાઓ છે, જ્યારે કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDFને સરસાઈ છે. પુડુચેરીમાં NDA ગઠબંધનની વાપસી જોવા મળી રહી છે.