રોજગારી@દેશ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચેક આપનારા અને ટ્રાન્ઝેક્શન માટે ચેક પેમેન્ટનો ઉપયોગ કરનારા ગ્રાહકોને ચેતવણી આપી

જો ગ્રાહક કોઈને ચેક આપે છે, તો તે જાણકારી બેંકને જણાવવી જરૂરી છે.
 
 રોજગારી@દેશ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચેક આપનારા અને ટ્રાન્ઝેક્શન માટે ચેક પેમેન્ટનો ઉપયોગ કરનારા ગ્રાહકોને ચેતવણી આપી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આજના યુગમાં લોકો બેંક દ્વારા પૈસાનું લેવડ-દેવળનું કામ કરતા હોય છે.લોકો ઓનલાઈન કે,ચેક દ્વારા પૈસાનું  લેવળ-દેવળ કરતા હોય છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચેક આપનારા અને ટ્રાન્ઝેક્શન માટે ચેક પેમેન્ટનો ઉપયોગ કરનારા ગ્રાહકોને ચેતવણી આપી.ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારા છતાય હજુ પણ ઘણા બધા લોકો એવા છે, જે ટ્રાન્ઝેક્શન માટે ચેકનો ઉપયોગ કરે છે. જો કે, ચેક ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડીની વધતી ઘટનાઓના કારણે રિઝર્વ બેંકે બે વર્ષ પહેલા પોઝિટિવ પેય સિસ્ટમ શરૂ કરી હતી.આ રીત ચેક લેવા અને રૂપિયા આપવા, ચેક ટ્રાન્સફર કરવા અને ચેક ક્લિયર કરવા જેવી આપ-લેમાં થનારી છેતરપિંડીને રોકવા માટે ઉપયોગી છે. સ્ટેટ બેંક ઘણા સમય પહેલાથી પોઝિટિવ પે સિસ્ટમ ચલાવી રહ્યું છે. એસબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમ ચેક છેતરપિંડીને રોકાવા માટે બેંક દ્વારા લાગૂ કરવામાં આવેલો એક સુરક્ષા ઉપાય છે. આ ચેકથી છેડછાડ જેવી છેતરપિંડીને રોકાવા માટે ઉપયોગી સાબિત થાય છે.પોઝિટિવ પે સિસ્ટમમાં ચેકની જાણકારીને બેંકે ફરીથી વેરિફાઈ કરવી પડશે. ચેક પ્રોસેસ કરવા અને પેમેન્ટ બેંક ક્રોસ ચેક બનાવતા સમયે જાણકારી જોઈતી હોય છે. પોઝિટિવ પે પ્રોસેસ ચેક છેતરપિંડીથી બચાવે છે. એસબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમમાં બે સ્ટેપ હોય છે. પહેલું એકાઉન્ટ ટ્રાન્ઝેક્સન અને બીજું છે ચેક જમા કરવો.જે ગ્રાહક પોઝિટિવ પે સિસ્ટમનો ઉપયોગ કરવા માંગે છે, તેમણે બેંકમાં નક્કી ફોર્મ દ્વારા અરજી કરવી પડશે અને એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ રજિસ્ટ્રેશન બેંકિંગ અને યોનો એપ દ્વારા કરી શકાય છે. બચત ખાતામાં 5 લાખ રૂપિયા કે તેનાથી વધારેના ચેક માટે અને કરન્ટ એકાઉન્ટ, કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ જેવા ખાતાના મામલામાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધારેના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ અનિવાર્ય છે.જો ગ્રાહક કોઈને ચેક આપે છે, તો તે જાણકારી બેંકને જણાવવી જરૂરી છે. એકાઉન્ટ નંબર, ચેક સંખ્યા, ચેકની તારીખ, ચેક પર લખવામાં આવેલા રૂપિયા, લાભાર્થીનું નામ અને બેંકનું નામ જણાવવું જરૂરી છે. આ જાણકારી ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને એસએમએસ દ્વારા બેંકને જણાવી શકાય છે.