નિયમ@દેશ: 1 ડિસેમ્બર, 2023થી સિમ કાર્ડ સંબંધિત નવા નિયમ લાગુ થશે, જાણો વિગતે

પાલન ન કરવા પર થઈ શકે છે જેલ

 
નિયમ@દેશ: 1 ડિસેમ્બર, 2023થી સિમ કાર્ડ સંબંધિત નવા નિયમ લાગુ થશે, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આપણે મોબાઈલ વગર રહી શકતા નથી. ત્યારે મોબાઇલ ફોન વપરાશકર્તાઓ માટે સિમ કાર્ડના નિયમો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 1 ડિસેમ્બર, 2023થી સિમ કાર્ડ સંબંધિત નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે. જો તમે નવું સિમ ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સિમ કાર્ડ વેચનાર છો તો આ નવા નિયમો જાણી લો.

નકલી સિમ દ્વારા થતા કૌભાંડોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલાં લીધા છે અને આ નિયમોના ભંગ બદલ દંડ અને જેલની સજાનો સમાવેશ થાય છે. 

સિમ ડીલર વેરિફિકેશન : જો કોઈપણ વ્યક્તિ સિમ કાર્ડ વેચવા માંગે છે અને સિમ કાર્ડ ડીલર છે તો તેણે વેરિફિકેશન કરાવવું પડશે અને સિમ કાર્ડ વેચતી વખતે તેણે રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે, પોલીસ વેરિફિકેશન માટે ટેલિકોમ ઓપરેટરો જવાબદાર છે. આનું પાલન ન કરવા પર 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. 

પર્સનલ ડેટા કલેક્શન : જે ગ્રાહકો તેમના હાલના નંબરો માટે સિમ કાર્ડ ખરીદે છે તેમને તેમનો આધાર અને વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાની જરૂર પડશે.

બલ્ક સિમ કાર્ડ : નવા નિયમોમાં સિમ કાર્ડની સંખ્યા પર મર્યાદા મૂકવામાં આવી છે. વ્યક્તિ માત્ર બિઝનેસ કનેક્શન માટે જથ્થાબંધ સિમ કાર્ડ મેળવી શકે છે અને સામાન્ય વપરાશકર્તાઓ હજુ પણ એક ID પર 9 જેટલા સિમ કાર્ડ મેળવી શકે છે. સિમ કાર્ડને

નિષ્ક્રિય કરવા માટેનો નિયમ : અગાઉ જણાવ્યા મુજબ, સિમ કાર્ડ હવે બલ્કમાં જારી કરવામાં આવશે નહીં અને સિમ કાર્ડ નિષ્ક્રિય કર્યા પછી, તે નંબર 90 દિવસના સમયગાળા પછી જ અન્ય વ્યક્તિને લાગુ થશે. 

દંડ : જો સિમ વેચનારા વિક્રેતાઓ 30 નવેમ્બર સુધીમાં નોંધણી નહીં કરાવે, તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને જેલ પણ થઈ શકે છે.