નિર્ણય@દિલ્હીઃ મોબાઈલમાં સિમકાર્ડ ન હોવા પર વ્હોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, નહીં ચાલે

કોમ્પ્યુટર પર લોગઇન વ્હોટ્સએપ પણ 6 કલાકમાં લોગઆઉટ થઈ જશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 'સિમ બાઈન્ડિંગ'ના નિયમો લાગુ કરવાની 28 ફેબ્રુઆરીની ડેડલાઈન લંબાવાશે નહીં. નવા નિયમો હેઠળ મોબાઈલમાં સિમકાર્ડ ન હોવા પર વ્હોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, અરાટાઈ અને જોશ જેવી મેસેજિંગ એપ્સ કામ કરશે નહીં.

કોમ્પ્યુટર પર લોગઇન વ્હોટ્સએપ પણ 6 કલાકમાં લોગઆઉટ થઈ જશે. સરકારનો દાવો છે કે એનાથી સાયબર છેતરપિંડી કરનારાઓને શોધવામાં મદદ મળશે.