નિયમ@દેશ: નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ અભ્યાસને લઈ નવા નિયમો જાહેર કર્યાં,જાણો એ વિશે વિગતે

નેશનલ મેડિકલ કમિશન દ્વારા નવા જાહેર કરાયેલા નિયમો મુજબ કોલેજ ટ્રાન્સફર કરી નહીં શકાય

 
Rules The National Medical Commission has announced new rules for medical studies

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રથમવર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ ટ્રાન્સફર માટે અરજી કરતા હોય છે

નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા મેડિકલ અભ્યાસને લઈ નવા નિયમો જાહેર કર્યાં છે, જેમાં કોલેજ ટ્રાન્સફર કરવા પર રોક લગાવવામાં આવી છે.NMC દ્વારા કોલજ ટ્રાન્સફર પર રોક લગાવાતાં રાજ્યનાં અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની કાર્યવાહી અટકી પડી હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીઓએ મેડિકલનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ કોલેજ ટ્રાન્સફર કરવા માટે અરજી કરી હતી. સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ પુર્ણ કર્યા બાદ વિદ્યાર્થી અન્ય સરકારી કોલેજમાં ટ્રાન્સફર મેળવી શકતો હતો. નિયમ પ્રમાણે નીટના 50 ટકા વેઈટેજ અને પ્રથમ વર્ષની પરીક્ષાના અંતે આવેલા ગુણના 50 ટકા વેઈટેજના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરી વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. કોલેજની કુલ બેઠકોના 5 ટકા પ્રમાણે દર વર્ષે આ પ્રક્રિયા અનુસરીને વિદ્યાર્થીઓને ટ્રાન્સફર આપવામાં આવતી હતી. આ વર્ષે પણ આ જ રીતે મેડિકલના પ્રથમ વર્ષનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ 150 જેટલા વિદ્યાર્થીઓએ ટ્રાન્સફર માટે દરખાસ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીઓનું હવે આગામી ટૂંક સમયમાં કોલેજ ટ્રાન્સફર માટેનુ મેરીટ જાહેર થવાનું હતુ. પરંતુ બીજી તરફ નેશનલ મેડિકલ કમિશન દ્વારા પ્રવેશ, પરીક્ષા, અભ્યાસ સહિતને લઈ તાજેતરમાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યાં છે, જેમાં કોલેજ ટ્રાન્સફરના નિયમને રદ કરી દેવામાં આવ્યો છે. એનએમસી દ્વારા કોલેજ ટ્રાન્સફરની પ્રક્રિયા રદ કરાતા આ વિદ્યાર્થીઓની પ્રક્રિયા અટકી પડી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજની અંદાજે 1400 જેટલી બેઠકની 5 ટકા બેઠક મુજબ કોલેજ ટ્રાન્સફર માટે દરખાસ્તો મંગાવવામાં આવી હતી.