દુ:ખદ@મુંબઈ: પ્રખ્યાત ગાયક પંકજ ઉધાસે 73 વર્ષની વયે દુનિયાને અલવીદા કહ્યું, જાણો વિગતે

સિંગર લાંબા સમયથી બીમારીથી પીડિત હતા.
 
દુ:ખદ@મુંબઈ: પ્રખ્યાત ગાયક પંકજ ઉધાસનું 73 વર્ષની વયે  દુનિયાને અલવીદા કહ્યું, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પ્રખ્યાત ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. પંકજ ઉધાસ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા ગાયકની પુત્રીએ લખ્યું, “ખૂબ જ ભારે હૃદય સાથે, 26 ફેબ્રુઆરી 2024 ના રોજ લાંબી માંદગીના કારણે પદ્મશ્રી પંકજ ઉધાસના દુઃખદ અવસાનની જાણ કરતા દુઃખી છીએ.” સિંગર લાંબા સમયથી બીમારીથી પીડિત હતા.

મળતી માહિતી મુજબ, પંકજ ઉધાસને થોડા મહિના પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કોઈને મળતા ન હતા. તેઓ વય સંબંધિત બીમારીઓથી પણ પીડિત હતા. 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પંકજ ઉધાસનું સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તેમની ઉંમર 73 વર્ષની હતી. પ્રખ્યાત ગઝલ ‘ચિઠ્ઠી આયી હૈ’ થી તેમને ખૂબ જ ઓળખ મળી. આ દુઃખદ સમાચાર સામે આવતા જ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર દરેક લોકો અશ્રુભીની આંખો સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસનો જન્મ ગુજરાતના જેતપુરના ચરખડી ગામમાં થયેલો છે. તેમના પરિવારમાં તે સૌથી નાના હતા. તેમને ત્રણ ભાઈએ છે. ત્રણે ભાઈ ગાયક કલાકાર છે. તેમના સૌથી મોટા ભાઈ મનહર ઉધાસ અને બીજા ભાઈ નિર્મલ ઉધાસ છે. તેમના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જિતુબેન ઉધાસ, પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યો, ત્યારબાદ પરિવાર મુંબઈ શિફ્ટ થયા બાદ મુંબઈ સેન્ટ ઝેવિયર્સમાં કોલેજ કરી.

પંકજ ઉદાસનો પહેલો ગઝલ આલ્બમ ‘આહટ’ હતો, જે 1980માં રિલીઝ થયો. ત્યારબાદ તેમને એક પછી એક સફળતા મળવાનું શરૂ થઈ ગયું. તેમણે 2011 સુધીમાં 50 થી વધુ આલ્બમ રિલીઝ કર્યા. ત્યારબાદ 1986 માં તેમના જીવનમાં સફળતાનો સૂર્યોદય ચમક્યો અને તેમણે ‘નામ’ ફિલ્મમાં ‘ચિટ્ઠી આઈ હૈ ગીત’ ગાવાનો મોકો મળ્યો, જે ખુબ જ સુપર હીટ થઈ ગયું. પછી તેમણે પાછળ વળી નથી જોયું. આ પછી 1990 માં ફિલ્મ ‘ઘાયલ’માં લતા મંગેશકર સાથે ‘મહિયા તેરી કસમ ગીત’, 1994 માં મોહરા ફિલ્મનું ‘ના કઝરે કી ધાર’ જેવા લોકપ્રિય ગીત પણ તેમણે ગાયા છે.