દુ:ખદ@દેશ: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું, જાણો સમગ્ર ઘટના

પોતાના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે નિધન થયું. અહેવાલ મુજબ તેમને ગોવા સ્થિત પોતાના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં.

ડૉ. શેખર સાલકરના જણાવ્યા મુજબ નાના પાટેકરનું સવારે 5:20 વાગ્યે નિધન થયું. તેમના નિધન બાદ મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ડૉ. શેખરે જણાવ્યું કે રાત્રે લગભગ 2:30 વાગ્યે નાનાએ એક મિત્રને મેસેજ કરીને તબિયત સારી ન લાગતી હોવાની વાત કરી હતી. મિત્રએ તે સમયે મેસેજ જોયો નહોતો. બાદમાં ફોન કર્યા પછી તે લગભગ 4 વાગ્યે નાનાના ઘરે પહોંચ્યા. તે સમયે નાનાને ઘણો પરસેવો વળી રહ્યો હતો. તેમની હાલત બગડી રહી હતી. થોડા સમય બાદ તેઓ બેભાન થવા લાગ્યા.

ત્યારબાદ કેરટેકરને હોસ્પિટલ મોકલવામાં આવ્યા અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. ઇમરજન્સી ટીમ ઘરે પહોંચી ત્યારે નાનાં સંપૂર્ણપણે પ્રતિસાદ-વિહોણા (નોન-રિએક્ટિવ) હતા. ટીમે તરત જ કાર્ડિયાક મસાજ શરૂ કર્યો. તેમને સવારે લગભગ 4:20થી 4:30 વાગ્યાની વચ્ચે મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને મૃત અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

થોડા જ અભિનેતાઓ એવા હતા, જેમનામાં નાના પાટેકર જેવો ઊંડાણ, અલગ ઓળખ અને વિશિષ્ટ હાજરી હતી. તેમણે દરેક પાત્રમાં અદભુત વૈવિધ્ય અને સર્જનાત્મકતા દર્શાવી. તેમણે ભજવેલા પાત્રો અનેક પેઢીઓ સુધી યાદ કરવામાં આવશે.