દુ:ખદ@દેશ: યોગીની માતા પંચતત્ત્વમાં વિલીન, CMની આંખો ભીની થઈ ગઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતા સાવિત્રી દેવીના અંતિમ સંસ્કાર ઉત્તરાખંડના પંચૂર ગામે કરવામાં આવ્યા હતા. માતાના નિધનના સમાચાર મળતા જ યોગી આદિત્યનાથ પંચૂર પહોંચ્યા હતા.
પંચૂર પહોંચતા જ તેમણે સૌ પ્રથમ માતાના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા. માતાની તસવીર પર ફૂલ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.
અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે મુખ્યમંત્રીએ પોતે અર્થીને કાંધ આપી હતી. આ ક્ષણે તેમની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. ત્યાં હાજર સૌ કોઈની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
સ્મશાનભૂમિ ખાતે પહોંચ્યા બાદ CMએ ચિતાની પરિક્રમા કરી હતી. હાથ જોડીને માતાને અંતિમ પ્રણામ કર્યા હતા. ત્યારબાદ વિધિ-વિધાન મુજબ યોગીના નાના ભાઈએ માતાને મુખાગ્નિ આપી હતી. આ સાથે માતા સાવિત્રી દેવીનો દેહ પંચતત્ત્વમાં વિલીન થયો હતો.
અંતિમ સંસ્કારમાં પરિવારજનો, સગા-સંબંધીઓ, ગ્રામજનો અને અનેક નેતાઓ હાજર રહ્યા હતા. માતાના નિધનથી સમગ્ર પંચૂર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સાવિત્રી દેવી સાદગી અને સંસ્કાર માટે જાણીતા હતા. તેમણે હંમેશા પુત્રને સમાજસેવા અને સંસ્કારનો માર્ગ બતાવ્યો હતો. યોગી આદિત્યનાથ પણ અનેક વખત પોતાના પ્રવચનોમાં માતાને યાદ કરતા હતા.
ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી, ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રજેશ પાઠક, કેશવ મૌર્ય, મંત્રી સંજય નિષાદ, બાબા રામદેવ સહિત 50થી વધુ VIP અને સાધુ-સંતો ઘાટ પર હાજર રહ્યા હતા.

