વેપાર@દેશ: સેન્સેક્સ 14 પોઈન્ટ ઘટીને 85,707 પર બંધ અને નિફ્ટીમાં 13 પોઈન્ટનો ઘટાડો
ઓઈલ અને ગેસ, રિયલ્ટી, ખાનગી બેંકિંગ અને આઇટી ક્ષેત્રોમાં આજે ઘટાડો થયો.
Nov 28, 2025, 16:50 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ 14 પોઈન્ટ ઘટીને 85,707 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 13 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે 26,203 પર બંધ થયો.
ઓઈલ અને ગેસ, રિયલ્ટી, ખાનગી બેંકિંગ અને આઇટી ક્ષેત્રોમાં આજે ઘટાડો થયો. મીડિયા, મેટલ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર ઘટીને બંધ થયા.
ગઈકાલે 27 નવેમ્બરે બજાર 14 મહિના પછી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. નિફ્ટીએ કારોબાર દરમિયાન 26,310 અને સેન્સેક્સે 86,055 નું સ્તર સ્પર્શ્યું હતું. આ પહેલા સેન્સેક્સે 27 સપ્ટેમ્બર 2024ના રોજ 85,978 અને નિફ્ટીએ 26,277 નો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો.

