વેપાર@દેશ: બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો,સેન્સેક્સ 221.09 પોઈન્ટ ઘટીને 66009.15 પર બંધ થયો

 
 વેપાર@દેશ: બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો,સેન્સેક્સ 221.09 પોઈન્ટ ઘટીને 66009.15 પર બંધ થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

શેરબજારમાં કેટલાક દિવસથી તેજીમાં હતું ,હવે એ ઘટી ગયું છે.બજારમાં સતત ચોથા દિવસે ઘટાડો થયો.સેન્સેક્સ 221.09 પોઈન્ટ ઘટીને 66009.15 પર બંધ થયો.ભારતીય શેરબજારમાં આજના દિવસે પણ લાલ નિશાન સાથે બંધ થયું. બેન્ક નિફ્ટી લીલા રંગમાં બંધ હોવા છતાં બજારને નીચલા સ્તરેથી સમર્થન મળ્યું નથી અને સેન્સેક્સ-નિફ્ટી 0.34 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.


આજે દિવસભર બજારમાં અસ્થિરતા જોવા મળી હતી જેના કારણે બજાર તેજી સાથે બંધ થવામાં સફળ ન રહ્યું. BSE સેન્સેક્સ 221.09 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 66,009 ના સ્તર પર બંધ થયો. NSEનો નિફ્ટી 68.10 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 19,674 પર બંધ થયો.


જૂન 2024થી ભારતીય સરકારી બોન્ડ્સમાં અબજો ડોલરનું વિદેશી રોકાણ આવી શકે છે. JPMorgan Chase એ તેના ભારતીય સરકારી બોન્ડને બેન્ચમાર્ક ઇમર્જિંગ-માર્કેટ ઇન્ડેક્સમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. 28 જૂન, 2024 થી, JPMorgan ભારત સરકારના સરકારી બોન્ડને સરકારી બોન્ડ ઈન્ડેક્સ – ઇમર્જિંગ માર્કેટ્સમાં સામેલ કરશે. આ સમાચાર પછી, ભારતના બેંકિંગ ક્ષેત્રમાં પણ આજે તેજી જોવા મળી હતી અને તમામ PSU બેંક શેરોમાં ટ્રેડિંગ લીલા નિશાનમાં બંધ થયું હતું. માર્કેટમાં સતત ઘટાડો જોવા મળતા રોકાણકારોની ચિંતા વધી છે.


આજે સેન્સેક્સના 30માંથી માત્ર 13 શેરો જ ઉછાળા સાથે અને 17 શેરો નુકસાન સાથે બંધ થયા હતા. વિપ્રોના શેર 2.32 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. HDFC બેન્ક પણ આજે ઘટાડા સાથે બંધ થઈ છે અને 1.57 ટકાની નબળાઈ સાથે બંધ થઈ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.50 ટકા, પાવરગ્રીડ 1.34 ટકા ઘટીને બંધ થઈ છે. સન ફાર્મા 1.26 ટકા અને ICICI બેન્ક 0.94 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.