વેપાર@દેશ: સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટીને 85,138 પર બંધ, નિફ્ટીમાં 143 પોઈન્ટનો ઘટાડો
એશિયન પેઇન્ટ્સ, મારુતિના શેર 3% સુધી વધીને બંધ થયા.
Dec 2, 2025, 17:15 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 503 પોઈન્ટ ઘટીને 85,138 પર બંધ થયો. નિફ્ટીમાં 143 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે 26,032 પર બંધ થયો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો જોવા મળ્યો. એશિયન પેઇન્ટ્સ, મારુતિના શેર 3% સુધી વધીને બંધ થયા. HDFC બેંક, ICICI બેંક અને ઇન્ડિગોમાં 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો. NSEના ફાર્મા ઇન્ડેક્સમાં ખરીદી જોવા મળી, જ્યારે મીડિયા, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી રહી.

