વેપાર@દેશ: સેન્સેક્સમાં 535 પોઇન્ટનો થયો ઘટાડો અને નિફ્ટી 21,517 પોઈન્ટ ઉપર બંધ

 BSE સેન્સેક્સ 535 પોઈન્ટના ઘટાડો 
 
વેપાર@દેશ: આ મલ્ટીબેગર શેર ફરીથી તિજોરી છલકાવવા તૈયાર,આ શેર કેટલી કમાણી કરાવશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

નવા વર્ષના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજારમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં નફા વસૂલીને લીધે માર્કેટ ધડામ કરીને પડયું હતું. નિફ્ટી પણ 150 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. આજના સત્રમાં બજારમાં ઘટાડાની જવાબદારી આઈટી અને મેટલ્સ સ્ટોકની રહી.

જેમાં જોરદાર નફા વસૂલી જોવા મળી. BSE સેન્સેક્સ 535 પોઈન્ટના ઘટાડાની સાથે અને નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 148 પોઈન્ટની સાથે 21,526 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેકટરની સ્થિતિ :

મેટલ્સ સ્ટોક્સમાં ઘટાડો રહ્યો હતો. આ સિવાય ઓટો, કોમોટિડીટ, બેંકિંગ સ્ટોકસમાં પણ ઘટાડા સાથે બંધ થયું. જ્યારે ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ઼ ગેસ અને કન્ઝયૂમર ડ્યૂરેબલ્સ સેકટરમાં સ્ટોક્સ તેજીની સાથે બંધ જોવા મળ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં જ બંધ થયા. સેન્સેક્સના 30 શેર્સમાં તેજીની સાથે અને 20 ઘટીને બંધ રહ્યો, જ્યારે નિફ્ટીના 50 શેર્સમાં 18 શેર ઝડપથી 32 પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.

આજે સુપ્રીમ કોર્ટે અદાણી હિંડનબર્ગ કેસમાં બહુ મોટો ચુકાદો આપ્યો હતો. જેથી સવારે એના શેરમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. દેશની સૌથી મોટી કોર્ટનું કહેવું છે કે, આ કેસની તપાસ માટે એક સમિતિની રચના થવી જોઈએ. સુપ્રીમે પણ આ અંગે લીલીઝંડી આપી દીધી હતી.