વેપાર@દેશ: શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ 250 અને નિફ્ટીમાં 70 પોઈન્ટ
સેન્સેક્સના 30 શેરોમાંથી 22 ઉપર અને 8 નીચે છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 ઉપર અને 18 નીચે છે.
Feb 1, 2025, 11:32 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે નાણાંમંત્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. શેબજારમાં અમુક વાર તેજી અને અમુક વાર મંદી જોવા મળતી હોય છે. આજે બજેટ રજૂ થાય તે પહેલાં જ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા સાથે 77,710ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઉપર છે, તે 23,560ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 22 ઉપર અને 8 નીચે છે. નિફ્ટીના 50 શેરોમાંથી 33 ઉપર અને 18 નીચે છે. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સૌથી વધુ 0.82%નો વધારો થયો.