દુ:ખદ@દેશ: મહાભારતના 'શકુની મામા'નું 78 વર્ષની વયે નિધન, જાણો વધુ

 
Gufi Pantal

અટલ સમાચાર, ડેસ્ક

બીઆર ચોપરાની મહાભારત સિરીયલમાં 'શકુની મામા'નો રોલ કરનાર ગુફી પેન્ટલનું 78 વર્ષની વયે નિધન થઈ ગયું છે. અભિનેતા છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમણી હાલત ઘણી ગંભીર હતી. ત્યારે આજે તેમના નિધનના સમાચારથી સમગ્ર સિનેમા ઈન્ડસ્ટ્રીમાં શોક ફેલાઈ ગયો છે. 

ગુફી પેન્ટલે મહાભારત સિરીયલમાં 'શકુની મામા'નો શાનદાર રોલ ભજવીને લોકોના દિલોમાં જગ્યા બનાવી હતી. જ્યારે પણ લોકો શકુની મામાના પાત્રની વાત કરતા ત્યારે તેઓ ગુફી પેન્ટલનું નામ જરૂરથી લેતા હતા, ત્યારે આજે તેમણા નિધનના સમાચાર સાંભળીને તેમના ફેન્સને પણ આંચકો લાગ્યો છે. 

મળતી માહિતી મુજબ, ગુફી પેન્ટલનું અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. અભિનેતા બીઆર ચોપરાની મહાભારત સિરીયલ સિવાય અન્ય ઘણા ધારાવાહિકોમાં પણ જોવા મળ્યા હતા. જો કે, તેમણે શકુની મામાના પાત્રથી જ ઓળખાણ મળી હતી. ગુફી પેન્ટલ એક અભિનેતા હોવાની સાથે એક ટેલિવિઝન નિર્દેશક પણ રહ્યા છે.