વેપાર@દેશ: રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરનો ભાવ 5.05 રૂપિયા પર બંધ થયો

તેઓને 48.53 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું 
 
અટલ સમાચાર  ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અનિલ અંબાણીની હાઉસિંગ ફાઈનાન્સ કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરના ભાવ 5.05 રૂપિયા પર આજે 4 જાન્યુઆરીના રોજ બંધ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ શેરમાં જબરદસ્ત ખરીદી થઈ રહી છે. આજે શેરમાં અપર સર્કિટ લાગી હતી અને શેર 0.20 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરે 18.82 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 0.80 રૂપિયા થાય છે. અનિલ અંબાણીની રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરમાં છેલ્લા 1 માસમાં 2.85 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 129.55 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરે ઈન્વેસ્ટર્સને 2 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 65.57 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને 48.53 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. કંપનીના શેરના ભાવમાં 1 વર્ષ દરમિયાન 1.65 રૂપિયાનો વધારો થયો છે.