અપડેટ@દેશ: એપ મારફતે અવાજ બદલીને વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ ગુજારવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એપ મારફતે અવાજ બદલીને વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ ગુજારવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ચાર આરોપીઓએ કોલેજની સાત વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યો છે. હકીકતમાં મેજિક વોઇસ એપની મદદ લઇને આરોપી મહિલા કોલેજ ટીચરના અવાજમાં વાત કરીને સ્કોલરશીપના દસ્તાવેજો મંગાવવાના નામ પર સૂમસામ જગ્યાએ બોલાવતા હતા. એક પીડિતાની ફરિયાદ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.
મામલાની તમામ પીડિતાઓ એસટી વર્ગની છે. મામલામાં પોલીસે મુખ્ય આરોપી બ્રજેશ પ્રજાપતિ સહિત રાહુલ પ્રજાપતિ, સંદીપ પ્રજાપતિ અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી લવકુશ પ્રજાપતિની ધરપકડ કરી છે.
આરોપીઓએ વિદ્યાર્થિનીઓની સાથે આવેલી એક સગીરની સાથે પણ દુષ્કર્મ ગુજાર્યો છે. બીજી બાજુ મામલાની તપાસ માટે રાજ્યના સીએમ ડો. મોહન યાદવે એસઆઇટીની રચના કરી છે. પોલીસના કહેવા મજબ પીડિતોની સંખ્યા વધવાની આશંકા છે.