બનાવ@ઉત્તરપ્રદેશ: ચોંકાવનારુ થયુ, પત્નીને ભણાવવા પતિએ જમીન, કોન્સ્ટેબલ બનતાં જ પત્નીએ જબરું કર્યું

પત્નીએ કોન્સ્ટેબલ બનતાં જ પતિને તરછોડી દીધો હતો
 
બનાવ@ઉત્તરપ્રદેશ: ચોંકાવનારુ થયુ, પત્નીને ભણાવવા પતિએ જમીન, કોન્સ્ટેબલ બનતાં જ પત્નીએ જબરું કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુનિયામાં કેટલીયના બનવાની ઘટનાઓ બનતી  હોય છે.ફેમલીય ભણાવી-ગણાવીને લાયક બનાવે એટલે ફેમલીય સાથે  ખરાબ વર્તન કરે,તેમની સાથે રહેવાનીના પાડી દે છે.સાસરીમાં પણ અમુક સ્ત્રીયોને ભણાવવામાં આવે છે.તેમને બધી આઝાદી આપવામાં આવે છે.પતિ ભણેલો ના હોવા છતાં તે પત્નીને ભણાવી -ગણાવી  લાયક બનાવે છે.તેને સારી જોબ મેળવવામાં મદત કરે છે.તેને સારી જોબ મળ્યા તે પતિ સાથે સારું વર્તન કરતી નથી .પછી પત્ની અભણ કે ઓંછું ભણેલા પતિ સાથે રહેવા માગતી નથી.આવા કેટલાક બનાવો દુનિયામાં બનતા  હોય છે.આવી એક ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી  ઘટના સામે આવી છે. પ્રયાગરાજના મેજા ગામમાં રહેત રવિન્દ્ર કુમારના 2017માં લગ્ન થયા હતા.લગ્નના એક વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હત. રવિન્દ્ર ઘરથી દૂર રહીને ખાનગી નોકરી કરતો હતો. જ્યારે પત્ની ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. રેશમાની પસંદગી યુપી પોલીસમાં થતાં જ બંને વચ્ચેના સંબંધમાં ખટાશ આવવા લાગી.પતિના કહેવા મુજબ, તેણે પત્નીના અભ્યાસ માટે તમામ મદદ કરી. અભ્યાસ અને તાલીમમાં કોઈ અડચણ ન આવે તે મટે તેણે જમીન પણ વેચી દીધી. તેની કોન્સ્ટેબલ તરીકે પસંદગી થતાં જ સ્વભાવમાં પરિવર્તન આવવા લાગ્યું. તેણે એમ પણ કહ્યું કે, પત્નીની પસંદગી બાદ પણ તે તેની સેવા કરતો રહ્યો.રવિન્દ્ર પર તેની પત્નીએ પણ આરોપ લગાવ્યા.આ આરોપને ખોટા ગણાવતાં કહ્યું હું ન્યાય મેળવવા માંગુ છું. મારી પત્ની જો મારી પાસે પરત આવશે તો હું બધું ભૂલીને ફરી તેને અપનાવીશ. રવિન્દ્રની માતાએ કહ્યું, અમે તેને વહુ નહીં દીકરી માનતા હતા. વિચાર્યું હતું કે તે અમારો સહારો બનશે, પણ તેણે અમે કલ્પના પણ નહોતી કરી તેવું કર્યું. રેશમાની બહેન અને જીજા પરિવારને એક થવા નહોતા દેતા.કોન્સ્ટેબલ રેશમાએ કહ્યું, પતિ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે. પતિએ અનેક વખત તેને ફટકારી હતી પરંતુ લોકલાજના કારણે તે આજદિન સુધી ચૂપ રહી હતી. ગમે તેવો હતો તે મારો પતિ હતો.