જમ્મુ-કશ્મીર, હિમાચલ, ઉતરાખંડમાં બરફવર્ષા, હિમસ્ખલનથી 10 જવાન લાપતા
જમ્મુ-કશ્મીર, હિમાચલ, ઉતરાખંડમાં બરફવર્ષા, હિમસ્ખલનથી 10 જવાન લાપતા

નવી દિલ્હી
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં બરફવર્ષા થઇ રહી છે. જમ્મુ-કશ્મીરના કુલગામ જિલ્લામાં આવેલ જવાહર સુરંગ પાસે બરફવર્ષામાં પોલીસ જવાનો જપટે આવી જતા 10 પોલીસ કર્મીઓ લાપતા થયા છે. તેમની શોધખોળ ચાલી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કાજીગુંડમાં જવાહર સુરંગના ઉત્તરી ભાગમાં હિમસ્ખલન થયું. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં ફરજ બજાવી રહેલા છ પોલીસ અધિકારીઓની હજી સુધી કોઈ જાણકારી મળી નથી. જેમની શોધખોળ ચાલી રહી છે.
હિમસ્ખલન સમયે સ્થળ પર ૨૦ લોકો હાજર હતા. જેમાં પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. હિમસ્ખલન બાદ ૧૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૧૦ લોકોની શોધખોળ ચાલી રહી છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૧૦ લોકોમાં છ પોલીસ અધિકારી, બે ફાયરબ્રિગેડના અધિકારી અને બે સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલગામ જિલ્લામાં સૌથી વધારે હિમવર્ષા થઈ છે.