રિપોર્ટ@દેશ: One National One Electionને લઈ કેટલીક અજાણી વાતો, જાણો ફાયદા-નુકશાન વિશે

 
Election

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં વન નેશન, વન ઈલેક્શનને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે શુક્રવારે વન નેશન, વન ઈલેક્શન માટે એક કમિટી પણ બનાવી છે. જે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કામ કરશે, કમિટીએ દેશમાં એક સાથે ચૂંટણીની સંભાવનાઓની શોધ કરશે. આ કમિટીનું ગઠન એવા સમયે થયું છે, જ્યારે કેન્દ્રએ 18-22 સપ્ટેમ્બર દરમ્યાન વિશેષ સત્ર બોલાવ્યું છે. એકરિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર આ દરમ્યાન કેટલાય મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. જેમાં વન નેશન, વન ઈલેક્શન પણ સામેલ છે. આજે અમે વન નેશન વન ઈલેક્શનના પાયદા અને નુકસાન વિશે વાત કરીશું. પણ તે પહેલા જાણી લઈએ કે આખરે તે ભાજપ માટે શા માટે ખાસ છે.

એક દેશ, એક ચૂંટણીનો આઈડિયા દેશમાં એક સાથે ચૂંટણી કરાવા સાથે છે. તેનો અર્થ એ થાય છે કે, સમગ્ર ભારતમાં લોકસભા ચૂંટણી અને તમામ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી એક સાથે થશે. બંને ચૂંટણી માટે સંભવત: વોટિંગ પણ સાથે અથવા તો આજૂબાજૂમાં થશે. હાલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી સરકાર 5 વર્ષના કાર્યકાળ પુરો થવા પર, વિવિધ કારણોથી વિધાનસભા ભંગ થવા પર અલગ અલગ કરાવે છે.

પ્રધાનમંત્રી મોદી અને ભાજપના બીજા નેતા કેટલીય વખત એક સાથે ચૂંટણી કરાવાની વાત કહી ચુક્યા છે. 2014માં તે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ સામેલ થઈ ચુક્યું છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર, ભાજપે મેનિફેસ્ટો પત્રના પેજ નંબર 14માં લખ્યું હતું કે, ભાજપે અપરાધીઓને ખતમ કરવા માટે ચૂંટણી સુધાર કરવા માટે કટિબદ્ધ છે. ભાજપ અન્ય દળ સાથે પરામર્થના માધ્યમથી વિધાનસભા અને લોકસભા ચૂંટણી એક સાથે કરાવવા માટેની પદ્ધતિ વિકસિત કરવાની કોશિશ કરશે. ઘોષણા પત્ર અનુસાર, તેનાથી ચૂંટણી ખર્ચ ઓછો કરવા ઉપરાંત રાજ્ય સરકારો માટે સ્થિરતા નક્કી કરશે.

દેશમાં એક સાથે ચૂંટણી કરવાના સમર્થનમાં મજબૂત તર્ક અલગ અલગ ચૂંટણીઓમાં ખર્ચ થનારી ભારેભરખમ રકમમાં કાપ કરવાનો છે. ઈંડિયા ટુડેએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2019 લોકસભા ચૂંટણીમાં 60,000 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. તેનાથી ચૂંટણી લડનારા રાજકીય પાર્ટીઓ અને કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ખર્ચ કરવામાં આવેલી રકમ પણ સામેલ છે. એક સાથે ચૂંટણીના સમર્થનમાં એક તર્ક એવો પણ છે કે તેનાથી પ્રશાસનિક વ્યવસ્થા વ્યસ્થિત રહેશે. ચૂંટણી દરમ્યાન અધિકારી ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા છે, તેનાથી સામાન્ય પ્રશાસિત કામ પ્રભાવિત થાય છે. લોકસભા અને રાજ્યસભામાં એક સાથે કરાવવા માટે સંવૈધાનિક સંશોધન કરવા પડશે. સાથએ જ જનપ્રતિનિધિત્વ અધિનિયમ અને અન્ય સંસદીય પ્રક્રિયાઓમાં પણ સંશોધન કરવા પડશે. 

વન નેશન, વન ઈલેક્શન બિલ લાવવા માટે 16 વિધાનસભાઓનું સમર્થન હોવું જોઈએ, પહેલા દેશના 16 રાજ્યોની વિધાનસભામાં તેનો પ્રસ્તાવ થવો જોઈએ. બિલ જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત લાવી શકાય છે. તેમાં બદલાવ કરવો પડશે. સંવિધાનના અનુચ્છેદ 83, 85, 172, 174 અને 356 માં 2 તૃતાંશ બહુમતની સાથે સંશોધન કરવું પડશે. ક્ષેત્રીય પાર્ટીઓને મોટો ડર એ છે કે પોતાના સ્થાનિક મુદ્દાને મજબૂતીથી ઉઠાવી શકશે નહીં. કારણ કે રાષ્ટ્રીય મુદ્દા કેન્દ્રમાં આવી જશે. આ ઉપરાંત તે ચૂંટણી ખર્ચ અને ચૂંટણી રણનીતિના મામલામાં પણ રાષ્ટ્રીય પાર્ટીઓને ટક્કર આપી શકશે નહીં.