રમત@ક્રિકેટ: ICC T-20 વર્લ્ડ કપ 2024ની 10મી સુપર-8 મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું

3 વિકેટે હરાવ્યું છે
 
રમત@ક્રિકેટ: ભારતને જીતવા માટે અફધાનિસ્તાને 174 રનનો ટાર્ગેટ આપ્યો, વિગતે જાણો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ક્રિકેટમાં કોઈક ટીમની જીત થાય છે, અને કોઈક ટીમની હાર થાય છે. લોકોને ક્રિકેટ મેચ ખુબજ ગમે છે.  ICC T-20 વર્લ્ડ કપ 2024ની 10મી સુપર-8 મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકાને 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ત્રણ ઓવર ઘટાડવામાં આવી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો હતો.

જવાબમાં સાઉથ આફ્રિકાએ 16.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી કરી લીધો હતો. આ જીત સાથે જ સાઉથ આફ્રિકા સુપર-8ના ગ્રૂપ-2માં ટોપર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે.