રોજગાર@દેશ: SPIPAની પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરી શકશો અરજી

 
Spipa

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સહિત દેશમાં સરકારી નોકરીઓ માટેની અલગ અલગ સુવર્ણ તક મળતી રહે છે. પરંતુ તેના માટે પરીક્ષાઓ લેવામાં આવે છે. યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા પણ સિવિલ સર્વિસીઝની પરીક્ષાઓ લેવાતી હોય છે. ત્યારે યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોક પ્રકાશન સંસ્થા (સ્પીપા) અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે.

યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2024 (IAS, IFS, IPS, વગેરે) ની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ 2023-24 માટેની પ્રવેશ પરીક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ ઉપર તા. 30 એપ્રિલ, 2023 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.

(શૈક્ષણિક લાયકાત અને પાત્રતા)

* શૈક્ષણિક લાયકાત :- કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્પાપિત માન્ય યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ.

* જે ઉમેદવારો સ્થાનક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકે છે.

* ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.

* આ તાલીમમાં જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્થાનિક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલી હોય અથવા 1 ઓગસ્ટ, 2023 પહેલા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલો હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારો આ તાલીમવર્ગમાં દાખલ અથવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં અરજી કરી શકશે.

* જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોનાં કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો, સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારનું નોન-ક્રીમીલેયર સર્ટીફિકેટ, આર્થિક રીતે નબળાં વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય તમામ ડોક્યુમેન્ટ્સ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવા જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારની પ્રવર્તમાન સૂચનાઓ અનુસંધાને ધ્યાનમાં લેવામાં આવશે. 

(વયમર્યાદા માટેની વિગત)

*ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી

*બિનઅનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં.

*સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

*અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

*માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

*અંધ ઉમેદવાર અને શારીરિક વિકલાંગ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

(પ્રવેશ પરીક્ષા ફી)

*તમામ કેટેગરીના તમામ ઉમેદવારો પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે. અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેશી શકાશે નહીં પ્રવેશ પરીક્ષા ફી Non Refundable છે.

*સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 300 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે અનુ. જાતિ, અનુ. જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે 100 રૂપિયા ભરવાના રહેશે.

*પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in/ કરીને ભરવાની રહેશે.

*પ્રવેશ પરીક્ષા 2023 માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને પ્રવેશ પરીક્ષા ફી ભરવા અંગેના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 નો ઉપયોગ કરી શકે છે.

(પ્રવેશ પરીક્ષા)

સ્પીપાની પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા હેતુલક્ષી પરીક્ષામાં પેપર-1 જે સામાન્ય અભ્યાસ-1 અને પેપર-2 સામાન્ય અભ્યાસ-2 રહેશે. જ્યારે દ્વિતીય તબક્કો નિબંધ કસોટી આધારિત રહેશે.

(અરજી કરવાની રીત)

ઓનલાઈન અરજીપત્રક ભરવા માટે ઉમેદવારો સંપૂર્ણ વિગત માટે https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકો છો.