રમત@ક્રિકેટ: ભારતે પાકિસ્તાનને 228 રનના મોટા અંતરથી હરાવતા, ટીમને મોટો ઝટકો લાગ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતે પાકિસ્તાનને 228 રનના મોટા અંતરથી હરાવ્યું છે. જે બાદ બાબર આઝમના નૈતૃત્વવાળી પાકિસ્તાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાના 2 ફાસ્ટ બોલર હારિસ રઉફ અને નસીમ શાહ ઈજાગ્રસ્ત થયા છે. જેથી ભારત વિરુદ્ધ પાકિસ્તાને હારિસ રઉફ અને નસીમ શાહની જગ્યાએ શહનવાઝ દહાની અને જમન ખાનને ટીમમાં સ્થાન આપ્યું હતું.જેથી હવે પાકિસ્તાની ટીમને ભય લાગ્યો છે. આ જ કારણે પાકિસ્તાની ટીમે પાકિસ્તાનમાંથી 2 ખેલાડીને બોલાવ્યા છે.
રવિવારે ભારત વિરુદ્ધ હારિસ રઉફે બોલિંગ કરી હતી, પરંતુ તે બાદ રિઝર્વ ડેના દિવસે હારિસ રઉફ ઈજાના કારણે બોલિંગ કરી શક્યો નહતો. સાથે હારિસ રઉફ અને નસીમ શાહ બેટિંગ કરવા પણ આવ્યા નહતા. પાકિસ્તાનના ફેન્સ હારિસ રઉફ અને નકીમ શાહની જગ્યાએ શબનાઝ દહાની અને જમન ખાનની સારા પ્રદર્શનની આશા સેવી રહ્યા છે. જો કે, હવે એ જોવું દિલચસ્પ રહેશે કે, શહનવાઝ દહાની અને જમન ખાનનું પ્રદર્શન કેવું રહેશે?
ભારતે પાકિસ્તાનને સરળતાથી હરાવ્યું હતું
ભારત-પાકિસ્તાન મેચની વાત કરવામાં આવે તો, રોહિત શર્માના નૈતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ 228 રને જીત મેળવી હતી. ભારતે પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ આપ્યટો હતો, પરંતુ પાકિસ્તાની ટીમ માત્ર 128 રન જ બનાવી શકી હતી. ભારત માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર અણનમ સદી ફટકારી હતી. આ ઉપરાંત ભારત માટે બોલિંગમાં કુલદીપ યાદવે કમાલ કર્યો હતો. કુલદીપે 8 ઓવરમાં 25 રન આપીને પાકિસ્તાનના 5 ખેલાડીઓને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.