રમત-ગમત@દેશ: કોહલીને કસરત કરતો જોઈ લોકો કેમ થયા નારાજ, જાણો રસપ્રદ ઘટનાક્રમ અહિં

છેલ્લા 10 વર્ષથી આઈસીસી ટ્રોફી જીતવાથી વંચિત  છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટીમ ઈન્ડિયાની અત્યારે ટીકા થઈ રહી છે.કારણ કે તે કેટલાય સમયથી આઈસીસી ટ્રોફી જીતવાથી વંચિત રહી છે  ખાસ કરીને ટીમના ચાહકો કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓથી ઘણા નારાજ છે જે તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં પ્રભાવિત પ્રદર્શન કરી શક્યા ન્હોતા.આ બધાની વચ્ચે કોહલીએ સોશ્યલ મીડિયા પર જીતમાં વર્કઆઉટનો વીડિયો શેયર કરતા જ લોકોએ તેના પર ગુસ્સો ઠાલવવાનું શરૂ કરી દીધું હતું.એક યુઝર્સે કોહલીના વીડિયો પર કોમેન્ટ કરી કે આ બધું પછી પહેલાં એક કહો કે આઈસીસી ટ્રોફી ક્યારે જીતશો ?
જ્યારે બીજા એક યુઝર્સે કહ્યું કે જીમ કરવાથી છઠ્ઠી સ્ટમ્પ લાઈનની સમસ્યા ઠીક નથી થઈ જવાની ! અન્ય એક યુઝર્સે લખ્યું કે, શું ફાયદો જ્યારે શૉટ ઑફ સાઈડવાળા બોલે જ મારવો છે...ઉલ્લેખનીય છે કે કોહલીએ ઑફ સાઈડની બહારના બોલ સાથે છેડછાડ કરવાના ચક્કરમાં અનેકવાર પોતાની વિકેટ ગુમાવી છે