રમત@દેશ: ભારત સામે બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા 489 રનમાં ઓલઆઉટ, જાણો વધુ વિગતે
સાઉથ આફ્રિકાએ મેચના બીજા દિવસ સુધી બેટિંગ કરી. સેનુરન મુથુસામીએ 109 અને માર્કો યાન્સેને 93 રન બનાવ્યા.
Nov 23, 2025, 15:47 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારત સામે ગુવાહાટી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા 489 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમે બરસાપારા સ્ટેડિયમમાં શનિવારે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. સાઉથ આફ્રિકાએ મેચના બીજા દિવસ સુધી બેટિંગ કરી. સેનુરન મુથુસામીએ 109 અને માર્કો યાન્સેને 93 રન બનાવ્યા.
ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને 2-2 વિકેટ મળી. સાઉથ આફ્રિકાએ પહેલા દિવસે 6 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 49 અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ 41 રનની ઇનિંગ્સ રમી હતી.

