રમત@ક્રિકેટ: ભારતીય મહિલા ટીમ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોચી

બાંગ્લાદેશની ટીમ માત્ર 51 રન પર જ આઉટ 
 
રમત@ક્રિકેટ: ભારતીય મહિલા ટીમ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મહિલા ટીમે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોચી ગઈ છે. હવે ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલમાં મુકાબલો કરશે.બાંગ્લાદેશની ટીમ માત્ર 51 રન પર જ આઉટ થઈ ગઈ હતી.ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમીફાઈનલમાં ભારતીય મહિલા બોલરોની શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતુ.

તેના કારણે બાંગ્લાદેશની ટીમ માત્ર 51 રન પર જ આઉટ થઈ ગયુ હતું. ભારતને જીતવા માટે માત્ર 52 રન કરવાના હતા. ભારતે એક વિકેટ ખોઈ લક્ષ્‍ય હાસંલ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે એશિયાઈ રમતોમાં ક્રિકેટને 9 વર્ષ બાદ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 2010 અને 2014માં એશિયામાં ક્રિકેટ સામેલ હતી. પરંતુ આ બન્ને આયોજનમાં ભારતે પોતાના તરફથી ટીમ કોઈ ટીમ ઉતારી નહોતી.

એશિયન ગેમ્સમાં ક્રિકેટ માટે ભારતનું આ પહેલુ પદક છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. અને બાંગ્લાદેશને માત્ર 17.5 ઓવરમાં 51 રન પર આઉટ કરવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે વિકેટ પૂજા વસ્ત્રાકરે હાસિલ કરી હતી. પૂજા વસ્ત્રાકારે 4 વિકેટ લઈ બાંગ્લાદેશની ટીમની ખરાબ હાલત કરી દીધી હતી.