રમત@ક્રિકેટ: ટીમ ઈન્ડિયા પહેલી ઇનિંગમાં 189 રન પર ઓલઆઉટ, જાણો વધુ વિગતે
સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં 159 રન બનાવ્યા હતા.
Nov 15, 2025, 14:50 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની પહેલી ઇનિંગ્સ 189 રન પર સમેટાઈ ગઈ. ટીમને 30 રનની લીડ મળી. સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સમાં 159 રન બનાવ્યા હતા.
ટી-બ્રેક સુધીમાં સાઉથ આફ્રિકાએ બીજી ઇનિંગ્સમાં એક વિકેટના નુકસાને 18 રન બનાવી લીધા છે. એડન માર્કરમ અણનમ પરત ફર્યો. ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગ્સમાં 9 વિકેટે 189 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ ગરદનમાં દુખાવાને કારણે પહેલા સેશનમાં રિટાયર હર્ટ થયો હતો. તે પછી તે બેટિંગ કરવા નહોતો ઉતર્યો. ટીમ માટે કે.એલ. રાહુલે સૌથી વધુ 39 રન બનાવ્યા. સાઉથ આફ્રિકા માટે સાયમન હાર્મરે 4 વિકેટ ઝડપી. માર્કો યાન્સેને 3 વિકેટ લીધી. કેશવ મહારાજ અને કોર્બિન બોશને 1-1 વિકેટ મળી.

