મોટાસમાચાર@દેશ: વિવાદ વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સબ્સિડરી કંપનીએ કેનેડામાં બંધ કર્યો કારોબાર

 
Mahindra

અટલ સમાચાર, ડેસ્કભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો એકબીજાના રાજદ્વારીઓને પોતાના દેશમાંથી નિષ્કાસિત કરી ચૂક્યા છે. જ્યારે આ બાજુ ભારતે કેનેડામાં રહેતા ભારતીયો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેરાત કરી છે. તેમજ કેનેડાના નાગરિકો માટે વીઝા આપવાનું પણ બંધ કર્યું છે. તેવામાં હવે મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ ખૂબ જ મોટી જાહેરાત કરી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુરુવારે જણાવ્યું કે કંપનીએ કેનેડામાં સ્થિતિ પોતાની સબ્સિડરી કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં પોતાનો કારોબાર બંધ કરી દીધો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસે આ કંપનીમાં 11.18 ટકાની ભાગીદારી છે અને તેમણે સ્વૈચ્છિક સ્વરુપે તેનું સંચાલન બંધ કરવા માટે અરજી આપી દીધી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેરમાર્કેટને આપેલી જાણકારીમાં કહ્યું કે, 'રેસનને કોર્પોરેશન કેનેડા તરફથી 20 સપ્ટેમ્બર 2023ના રોજ કામકાજ બંધ કરવા માટેના આવશ્યક દસ્તાવેજ મળી ગયા છે. જેની સૂચના કંપનીને આપી દેવામાં આવી છે.' જે બાદ કંપનીએ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. તેમજ 20 સપ્ટેમ્બર 2023થી તે કંપનીની સહયોગી નથી.

રેસનના લિક્વિડેશન પર કંપનીને લગભગ 4.7 બિલિયન કેનેડિયન ડોલર મળશે. જે ભારતીય રુપિયામાં 28.7 કરોડ રુપિયા બને છે. આ અહેવાલ આવ્યા બાદ સ્ટોક એક્સચેન્જ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના શેર ગુરુવારે બીએસઈ પર 3.08 ટકાથી વધૂ ટૂટીને 1583.80 રુપિયા પર આવી ગયા હતા. ભારતે કેનેડિયન નાગરિકો માટે વીઝા સેવા કામચલાઉ સ્વરુપે સ્થગિત કરી દીધી છે. સમગ્ર વિવાદની શરુઆત જૂન મહિનામાં ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા થતાં અને કેનેડાના મતે તેમાં ભારતીય એજન્ટ્સના સંભવિત હાથ હોવાની શક્યતા સાથે કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ત્યાંની સંસદમાં ભારત વિરુદ્ધ આરોપ મૂકતાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.