રીપોર્ટ@દેશ: વાહનો માટે આવી નવી પોલીસી, આ કાળજી લેજો, નહીંતર ગાડી થઈ જશે બિનઉપયોગી

દેશભરમાં સ્ક્રેપ પોલિસીનો અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. 
 
રીપોર્ટ@દેશ: વાહનો માટે આવી નવી પોલીસી, આ કાળજી લેજો, નહીંતર ગાડી થઈ જશે બિનઉપયોગી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 અત્યારના યુગમાં  ગણા સાધનો થઇ ગયા છે.લોકો રાત દિવસ સાધનો લઈને ફરતા હોય છે.જના  કારણે હવામાં વધુ પ્રદૂષણ થાય છે.સારીને સ્વથ્ય હવા રહેતી નથી.જુના થયેલા વાહનોના ધુમાડાથી હવામાં પ્રદૂષણ થાય છે.પ્રદૂષણથી બચાવવા માટે સરકાર સ્કેપ પોલોસી લાવી છે .દેશને પ્રદૂષણમાંથી બચાવવા માટે સરકાર સ્ક્રેપ પોલીસી લાવી છે. જૂના વાહનો પ્રદૂષણ ફેલાવતા હોવાથી સરકાર કોઈ પણ સંજોગોમાં આ વાહનોને રસ્તા પરથી દૂર કરવા માટે ના નવા નિયમો લાવી રહી છે. જો તમારી પાસે પણ 15 વર્ષ જૂના કોઈ પણ વાહન હોય તો ફિટનેસ ટેસ્ટ15 year vehicle you can apply online for scrappingકરાવી લેજો નહીં તો સરકાર ભંગારવાડામાં મોકલી દેશે.

તારીખ .૧લી એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્ક્રેપ પોલિસી અમલમાં આવી હતી. હવે જૂના વાહનો સ્ક્રેપ કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. તેની જાણકારી રાજ્ય સરકારે આપી છે.

આ રીતે કરો ઓનલાઇન અરજી
કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે, જે માટે https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml પર અરજી કરવાની રહેશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ માહિતી આપી છે.

રાજ્યમાં 20 લાખ જેટલા જૂના વાહન
ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક સહિત હેવી કોમર્શિયલ વાહનો ભંગારવાડે જશે. આ બધાય વાહનોએ ફિટનેસ સેન્ટરમાં જઇને ચકાસણી કરીને સર્ટિફિકેટ મેળવવુ પડશે. રાજ્યમાં 20 લાખ થી વધારે પડતા જૂના વાહનો છે. જેમાં ટુક, ટેમ્પો, આયશર, લકઝરી બસો સહિત હેવી કોમર્શિયલ વાહનો છે. સરકાર વાહવાહીમાં તો શૂરી છે પણ અમલવારીમાં બિગ ઝીરો છે. રાજ્યમાં 20 લાખ વાહનોની ચકાસણી માટે 100 ફિટનેસ સેન્ટર જોઇએ પણ હાલ માત્ર ચાર ફિટનેસ સેન્ટર જ શરૂ થયા છે.

જૂના વાહનોની સંખ્યા 20 લાખ
વધતા જતા પ્રદુષણ માટે ધુમાડા કરતા વાહનો જવાબદાર છે. ભારતની ઈમેજ ખરાબ થતાં સરકાર એક એલર્ટ બની છે. જેને પગલે નવી પોલિસીની જાહેરાત કરાઈ છે. કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના ભગાર વાહનો જ પ્રતિબંધ લાદવા તૈયારીઓ આદરી છે. મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં ૧૫ વર્ષ જૂના ટ્રક, ટેમ્પો, આયશર અને બસોની સંખ્યા અંદાજે 20 લાખ જેટલી છે. પોલીસીના અમલ પહેલાં જ મુશ્કેલી ઉભી થઇ છે તે જોતા સરકાર કેન્દ્ર સરકાર પાસે પ્રથમ તબક્કામાં નવી વ્હિકલના ફિટનેશની ફરજિયાત ચકાસણીમાં રાહત આપવા વિનંતી કરી શકે છે.