રોજગાર@દેશ: ભારતીય રેલવેમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ભારતીય રેલવેએ ઉત્તર પશ્ચિમ રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટ માટેના પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારોની પસંદગી સામાન્ય વિભાગીય પ્રતિયોગી પરીક્ષા (GDCE) 2023 ના આધારે કરવામાં આવશે. આ નોકરી માટે આવેદન કરવા માંગતા ઉમેદવારો Indian Railwayની ઓફિશિયલ વેબસાઇટ rrcjaipur.in પર જઇને આવેદન કરી શકે છે.
આ નોકરી માટે ઇચ્છુક ઉમેદવારોએ 6 મે 2023 પહેલા અરજી કરવાની રહેશે. આ ભરતી અંતર્ગત 238 પદો પર ભરતી કરવામાં આવશે. આ માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે આયુસીમા 42 વર્ષ, ઓબીસી માટે 45 વર્ષ અને એસસી, એસટી ઉમેદવારો માટે 47 વર્ષ છે. ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)/લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ પછી એપ્ટિટ્યુડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ થશે.
ઉમેદવારો પાસે ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિલરાઇટ/મેઇન્ટેનન્સ મિકેનિક, મિકેનિક (રેડિયો અને ટીવી), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક (મોટર વ્હીકલ), વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, પરિપક્વ અને ITI પ્રમાણપત્રમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ હોવું જોઈએ. તમને જણાવી દઇએ કે આ જોબ માટે ઉમેદવારોએ કોઇ આવેદન ફી આપવાની રહેતી નથી.