આત્મહત્યા@દેશ: યુવકે આર્થિક સંકડામણને કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું

 નરોડા રહેતો કુશ પટેલ 9 મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો
 
આત્મહત્યા@કોઠારીયા: વેપારીએ કેમ જીવન ટૂંકાવા જેવું પગલું ભર્યું, જાણીને લોકોને  નવાઈ લાગશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પરદેશમાં  ધરતી પર અમદાવાદના નરોડાનો યુવક  યુવક 11મી ઓગષ્ટના રોજ ગુમ થયો હતો. બરાબર 10 દિવસ બાદ ગુમ થયેલ કુશ પટેલની લાશ લંડન બ્રિજ પાસેથી મળી હતી, પરંતુ લાશ ઓળખાય તેમ નહોતી. જેથી વેમ્બલી પોલીસે બાયોમેટ્રિક અને DNA ટેસ્ટ બાદ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટી કરી છે. જેના કારણે કુશના પરિવારજનો સહિતના મિત્રોએ તે મૃત્યુ પામ્યો હોવાના સ્ટેટસ પોતાના વોટ્સ એપ પર મુક્યા છે.

ત્યારે સૂત્રોએ જણાવ્યું છે કે, આર્થિક સંકડામણના કારણે કુશે આત્મહત્યા કરી લીધી છે.

મૂળ વહેલાલનો અને નરોડા રહેતો કુશ પટેલ 9 મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ત્યાં ગયા બાદ નિયમિત રીતે કુશ પરિવાર અને મિત્રો સાથે વાત કરતો હતો. ઉપરાંત પરિવારને આર્થિક મદદ પણ કરતો હતો. આ દરમિયાન 10 ઓગસ્ટના રોજ પણ મિત્રો સાથે કુશે વાત કરી હતી. 11મી બાદ તેનો ફોન પર સંપર્ક થઇ શક્યો નહતો. એક દિવસ પરિવારે રાહ જોઇ હતી, પરંતુ કુશ સાથે સંપર્ક થઇ શક્યો ન હતો. જેથી પરિવાર અને મિત્રોએ ત્યાં રહેતા કુશના અન્ય મિત્રોને જાણ કરી હતી. કુશના લંડનના મિત્રો તેના ઘરે ગયા હતા, પરંતુ તે મળ્યો નહતો. ત્યારબાદ વધુ એક દિવસ રાહ જોઇ હતી અને કુશની જુદી જુદી જગ્યાએ શોધખોળ કરી હતી, પરંતુ કોઇ જ ભાળ મળી નહતી. જેથી કુશના મિત્રોએ વેમ્બલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જેના કારણે પોલીસ હરકતમાં આવી હતી અને લોકેશન તથા સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. જેમાં છેલ્લું લોકેશન અને સીસીટીવી ફૂટેજ લંડન બ્રિજ પાસેના મળ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ કરી, પરંતુ કોઇ જ ભાળ મળી નહતી. આ દરમિયાન 19મીએ મોડી રાત્રે લંડન બ્રિજના છેડેથી એક લાશ મળી હતી. જેમાં કુશે પહેરેલા કપડાં મળી આવ્યા હતા, પરંતુ ચહેરો અને શરીરનો ભાગ સડી ગયો હતો, જેના કારણે કુશ છે કે નહીં તે મામલે કોઇ જ જાણ થઇ ન હતી. આથી પોલીસે કુશના DNA અને બાયોમેટ્રિક મેળવ્યા હતા અને બીજા દિવસે લાશ કુશની જ હોવાનું જણાવ્યું હતું. જેના કારણે ત્યાં હાજર મિત્રો તથા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.

મૃતદેહ લાવવા 25 લાખના ખર્ચથી પરિવાર મૂંઝવણમાં

સૂત્રોએ જણાવ્યું છે કે, કુશની આત્મહત્યા બાદ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારે મૃતદેહ ભારત લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, મૃતદેહ ભારત લાવવા 25 લાખ રૂપિયાનો ખર્ચો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. કેમ કે, એક તરફ તેમણે લાડલો દીકરો ગુમાવ્યો છે અને હવે આટલો આર્થિક બોજો ઉઠાવી શકે તેવી પરિવારની સ્થિતિ નથી. હાલ તો કુશનો મૃતદેહ લંડન શબ ઘરમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.