આત્મહત્યા@ જયપુર: BSCમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘરના વાડામાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું,જણો સુસાઇડ નોટમાં શું લખ્યું

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં દિવસેને  દિવસે આત્મહત્યાની ઘટનાઓ સામે  આવી રહી છે. રોજ કોઈને કોઈ આત્મહત્યાનો કિસ્સો જોવા મળે છે.એવામાં જયપુરની  આત્મહત્યાની  આત્મહત્યાની ઘટના સામે આવી છે. જેમાં ૨૧ વર્ષના યુવકે ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું .બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.મળતી માહિતી અનુસાર સવારના સમયે પરિવારજનોએ દીકરાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.આ સુસાઇડની ઘટના જયપુરમાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ રાજવીર યાદવ હતુ અને તેની ઉંમર 21 વર્ષની હતી. રાજવીર યાદવ BSCના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. શુક્રવારના રોજ રાત્રિના સમયે રાજવીર યાદવે પોતાના ઘરની નજીક દોરડા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.સવારમાં જ્યારે પરિવારના લોકો જાગ્યા ત્યારે ઘરની નજીક રાજવીરનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પછી તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને રાજવીરના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે સુસાઇડ નોટ ના આધારે તપાસ શરૂ કરી દીધી છે.માહિતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રાજવીર ગયા વર્ષે બીએસસીના પ્રથમ વર્ષમાં નપાસ થયો હતો. આ વખતે તેને ફરીથી પરીક્ષા આપી હતી. શુક્રવારે તેનું પરીક્ષાનું પરિણામ આવ્યું હતું અને તે ફરી એક વખત નપાસ થયો હતો, જેના કારણે તે ખૂબ જ તણાવવામાં આવી ગયો હતો. રાત્રે તે પોતાના પરિવારના સભ્યો સાથે જમ્યો હતો અને પછી રૂમમાં જઈને સૂઈ ગયો હતો. ત્યારબાદ મોટી રાત્રે જાગીને તે ઘરની નજીક વાડામાં ગયો હતો, ત્યાં દોરડા વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.રાજવીર ના મોતના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રાજવીર સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, 'હું રાજવીર યાદવ છું, હું મારા હોશમાં સુસાઇડ કરી રહ્યો છું. મારા પર પરિવારના કોઈ, સભ્ય સંબંધી કે કોઈ મિત્રનું કોઈ દબાણ નથી. મને માફ કરજો. હું તમારા અને મારા સપના સુધી જીવી શક્યો નહીં, રાજવીર યાદવ. આ ઉપરાંત રાજવીર યાદવ એ સુસાઇડ નોટ ના બીજા પેજમાં મોટા અક્ષરમાં "I Quit" લખ્યું હતું.